




રાજ્યપાલશ્રીએ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી
ગીર-સોમનાથ તા. -૧૧, ઉતર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે આજે ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવાસે આવ્યા હતા. શ્રાવણ માસના અંતિમ સોમવારે રાજ્યપાલશ્રીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સાથે જ તેઓશ્રીએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. તેમજ મંદિર પરિસરની મુલાકાતની સાથે-સાથે રાજ્યપાલશ્રીએ સાગર દર્શન પણ કર્યા હતા. રાજ્યપાલશ્રીની સોમનાથ ખાતેની આ મુલાકાત દરમ્યાન વી.આઇ.પી. અતિથિગૃહ ખાતે જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી દ્વારા રાજ્યપાલશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા રાજ્યપાલશ્રીને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ કીટ ભેટ આપવામાં આવી હતી.
રિપોર્ટ… ડેવિડ પટેલ.