આણંદ સર્કિટ હાઉસ ખાતે જાહેર કરાયેલા ઉમેદવારના ફોર્મ ભરવામાં આવ્યા.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ સર્કિટ હાઉસ ખાતે આણંદ જીલ્લા પંચાયતના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, પક્ષના નેતા અને દંડક નિયુક્તિ માટે બેઠક યોજાઇ. બેઠક બાદ પક્ષ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલા ઉમેદવારના ફોર્મ ભરવામાં આવ્યા. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જીલ્લા મહામંત્રી શ્રી જગતભાઇ પટેલ, જીલ્લા મહામંત્રી શ્રી સુનિલભાઇ શાહ, પ્રદેશ કિસાન મોરચા ઉપપ્રમુખ શ્રી દિપકભાઇ પટેલ, પુર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ, પુર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, પુર્વ દંડક શ્રી અંબાલાલ રોહિત, પુર્વ ધારાસભ્ય શ્રી જશવંતસિંહ સોલંકી, પુર્વ જીલ્લા પ્રમુખ શ્રી મહેશભાઇ પટેલ તથા આણંદ જીલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *