વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષમાન ભવઃ કાર્યક્રમ લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યો

રિપોર્ટ, મયુર પટેલ

     મહુવા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વલવાડા ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારકારના આરોગ્ય વિભાગ દ્વારા આયુષમાન ભવ: કાર્યક્રમનું ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મું દ્વારા  લોન્ચિંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવા નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ગામાના ઇન્ચાર્જ સરપચશ્રી ગીરીશભાઈ ડી પટેલ વલવાડા ગ્રામ પંચાયત,ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ,આગેવાનો,શાળાના આચાર્યશ્રી, આરોગ્ય સ્ટાફ,આંગણવાડી સ્ટાફ હાજર રહ્યા હતા,આ કાર્યક્રમનીમાં પ્રા.આ.કેન્દ્ર વલવાડા ના મેડિકલ ઓફીસર ડો. હિમાંશુ બી. પટેલ દ્વારા આયુષમાન ભવ: કાર્યક્રમની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી,તેમજ આ કાર્યક્રમમાં સરપચશ્રી દ્વારા નિક્ષય મિત્ર તરીકે સારી સેવા બજાવનાર મુકેશભાઇ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઓર્ગન ડોનેશન માટેની સપથ લેવામાં આવી હતી,અંતે પ્રા. આ. કેન્દ્ર વલવાડાના સુપરવાઇઝર મંગુભાઈ પટેલ દ્વારા  આભારવિધી કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *