અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પુષ્પા પટેલ પર પસંદગી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા પંચાયતના . પ્રમુખ પદ માટે મહિલા સભ્ય પુષ્પા પટેલ અને ઉપ પ્રમુખ તરીકે આદિવાસી સમાજ ના ચીમન વસાવા એ ફોર્મ ભર્યા હતા. કારોબારી ચેરમેન માં મીનાક્ષી પટેલ ની જાહેરાત કરાઈ હતી. પ્રમુખ અને ઉપ પ્રમુખ માં એક -એક ફોર્મ જ ભરાતા માત્ર ઔપચારિક બની ચૂંટણી છે. 14 સપ્ટેમ્બર ના રોજ વિધિવત જાહેરાત કરવામાં આવશે.

અંકલેશ્વર તાલુકા પંચાયત ના આગામી અઢી વર્ષ ના નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી માં આગામી લોકસભા ની ઝલક જોવા મળી હતી.ભાજપ દ્વારા પાટીદાર., આદિવાસી અને ઓ.બી.સી સભ્ય જાહેર કરી તમામ વર્ગ ને પ્રાધાન્ય આપી રાજકીય સોગઠી ગોઠવી હતી. આજરોજ અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી મયુરી ગાયન ના વડપણ હેઠળ આગામી અઢી વર્ષ ના પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા જેમાં સત્તા પક્ષ ભાજપ દ્વારા પ્રમુખ તરીકે અંદાડા તાલુકા પંચાયત બેઠક પરથી વિજેતા બનેલા પાટીદાર મહિલા પુષ્પા વિપુલ પટેલ ને સામાન્ય બેઠક પર પ્રમુખ તરીકે ફોર્મ ભર્યા હતા. તો ઉપ પ્રમુખ તરીકે કોસમડી તાલુકા પંચાયત બેઠક ના ચીમન વસાવા એ ફોર્મ ભર્યા હતા. આ પૂર્વે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન માંથી પૂર્વ મંત્રી અને જંબુસર ના માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી મેનેડ લઇ આવ્યા હતા. જ્યાં તાલુકા પંચાયત ના તમામ સભ્યો ની હાજરી માં મેન્ડેટ વડે વિધિવત પાર્ટી નું મેન્ડેટ પ્રમુખ માટે પુષ્પા પટેલ , ઉપ પ્રમુખ તરીકે ચીમન વસાવા અને કારોબારી તરીકે ભડકોદ્રા બેઠક ના તાલુકા પંચાયત સભ્ય મીનાક્ષીબેન રાકેશ પટેલ ની કારોબારી ચેરમેન તરીકે જાહેરાત કરાઈ હતી. જે મેન્ડેટ સાથે તાલુકા ભાજપ પ્રમુખ ડૉ નિતેન્દ્ર સિંહ દેવધારા તેમજ સંગઠનના હોદ્દેદારો અને સાથે વિધિવત ફોર્મ ભરવામાં આવ્યા હતા. નિયત સમય સુધી અન્ય કોઈ એ એટલે વિપક્ષ માંથી ફોર્મ ના ભરવામાં આવતા આગામી અઢી વર્ષ માટે પ્રમુખ માટે પુષ્પાબેન પટેલ , ઉપ પ્રમુખ તરીકે ચીમન વસાવા અને કારોબારી તરીકે મીનાક્ષીબેન પટેલ 14 મી સપ્ટેમ્બર ના રોજ જાહેર થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *