અંકલેશ્વર ના માંડવા ગામની ધોરણ 4 ની વિદ્યાર્થીની જિલ્લા કક્ષા ની વાર્તા કથન સ્પર્ધા માં જિલ્લા માં પ્રથમ આવી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના માંડવા ગામની કન્યાશાળા માં ધોરણ 4 માં અભ્યાસ કરતી કાવ્યા પટેલે કલા ઉત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષા એ યોજાયેલ વાર્તા કથન સ્પર્ધા માં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગામને શાળા નું નામરોશન કર્યું છે ,કાવ્યા પટેલ શાળા ,ક્લસ્ટર ,અને તાલુકા કક્ષા એ પણ પ્રથમ નંબર હાંસલ કર્યો હતો

ભારત સરકાર દ્વારા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ પાયાગત વાંચન લેખન અને ગણન કૌશલ્યો માં નિપુણતા મેળવે તે માટે નિપુણ ભારત મિશન શરુ કરવામાં આવ્યું છે ,આ મિશન અંતર્ગત નિયત નિયત થયેલ અધ્યયન પ્રક્રિયા માં પણ વાર્તા ઓના મહત્વ નો સ્વીકાર થયો છે ,ખાસ કરી ને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માં વર્ષ 2022-23 ને બાળ વાર્તા વર્ષ તરીકે અને ગીજુભાઈ બધેકા ના જન્મદિન ને બાળ વાર્તા દિન તરીકે ઉજવવા નું નક્કી કરવામાં આવેલ છે જેન ભાગરૂપે જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે આ કલા ઉત્સવ સ્પર્ધા અંતર્ગત અંકલેશ્વર તાલુકા ના માંડવા ગામની સરકારી કન્યાશાળા માં ધોરણ 4 માં અભ્યાસ કરતી કાવ્યા દિપક પટેલે વાર્તા કથન સ્પર્ધા માં ભાગ લીધો હતો જેમાં કાવ્યા શાળા,કક્ષા ,ક્લસ્ટર કક્ષા અને તાલુકા કક્ષા એ વાર્તા કથન સ્પર્ધા માં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો બાદ ભરૂચ જિલ્લા કક્ષા એ યોજાયેલ વાર્તા કથન સ્પર્ધા માં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો .કાવ્યા એ જિલ્લા માં પ્રથમ પ્રથમ આવતા તેને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાવ્યા પટેલ હવે રાજ્ય ની ઝોનલ કક્ષા ની સ્પર્ધા ની તૈયારીઓ શરુ કરી છે કાવ્યા પટેલે જિલ્લા કક્ષા માં પ્રથમ ક્રમાંક મેળવતા કન્યાશાળા ના આચાર્ય મોક્ષનાબેન પટેલ સહીત શાળા ની શિક્ષિકાઓ ને શુભેચ્છા પાઠવી ને ગામ અને શાળા નું નામ રોશન કર્યું છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *