વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજીના અધ્યક્ષ સ્થાને અગત્યની બેઠક યોજાઈ
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે “સેવા પખવાડિયા” ની ઉજવણી કરાશે
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી,પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી,પ્રદેશ ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લા ના પ્રભારી શ્રી મહેન્દ્રભાઇ પટેલ ની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને આગામી કાર્યક્રમો અંગે અગત્ય ની બેઠક નું આયોજન જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય "શ્રી કમલમ" ખાતે આવ્યું હતું જેમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયુ ઉજવણી અંગે જરૂરી સૂચનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૧૭મી સપ્ટેમ્બર ના રોજ જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે.પી નડડાજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી એ તારીખ ૧૭મી સપ્ટેમ્બર થી તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૩ "સેવા પખવાડિયુ" ની ઉજવણી કરવાની સૂચના અને માર્ગદર્શન મુજબ આગામી તારીખ ૧૭મી સપ્ટેમ્બર ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવનાર છે જેમાં તારીખ ૧૮મી સપ્ટેમ્બર ના રોજ "રક્તદાન કેમ્પ" તારીખ ૧૯ સપ્ટેમ્બર થી તારીખ ૨૨મી સપ્ટેમ્બર સુધી આયુષ્યમાન ભવ ના નેજા હેઠળ "આયુષ્માન કાર્ડ" નો લાભ જરૂરિયાતમંદ લોકો ને અપવવા માટે નો કાર્યક્રમ તારીખ ૨૩/૨૪ સપ્ટેમ્બર દરમ્યાન આયુષ્યમાન ભવ બેનર અંતર્ગત મંડલ મથકો પર "હેલ્થ કેમ્પ" આયોજન તારીખ ૨૫ મી સપ્ટેમ્બર "પંડિત દિનદયાળજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ તારીખ ૨૬મી સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી "દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ" તારીખ બીજી ઓક્ટોબર ના રોજ "મહાત્મા ગાંધીજીના જન્મજયંતી" નિમિત્તે વિવિધ સ્થળોએ "સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો" સહિતના વિવિધ કાર્યક્રમો અંગે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
બેઠકમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી એ પ્રદેશની સૂચના મુજબ ચંદ્રયાન-૩ ની સફળતાપૂર્વક ઉતરાણ બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખની વરણી વખતે પહેલી બેઠકમાં અભિનંદન ઠરાવ પસાર કરવા અંગે પણ જરૂરી સૂચનો કર્યા હતા
આ બેઠકમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી મહેદ્રભાઇ ચૌધરી,શ્રી કમલેશભાઈ પટેલ,શ્રી શિલ્પેશભાઈ દેસાઈ,જિલ્લા ભાજપ સંગઠન ના હોદેદારો,વિવિધ મંડળ ના હોદેદારો,વિવિધ મોરચાના હોદેદારો,જિલ્લા મીડીયા,સોશિયલ મીડીયા કન્વીનરશ્રી હિતેશભાઈ સુરતી, સહઈન્ચાજઁ શ્રી ચેતનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા