
માણસા વિધાનસભા વિસ્તારમાં કોરોના મહામારી દરમિયાન જેના માતા પિતા મૃત્યુ પામેલા એવા નિરાધાર બાળકોને સહાય રૂપે ચેક વિતરણ અને કવિ સંમેલન જેવા સેવાકીય કાર્યક્રમ
આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આવતી કાલે ગાયત્રી મંદિર માણસા ખાતે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે એસ પટેલ સાહેબ દ્રારા કોરોના મહામારી દરમિયાન જેના માતા પિતા મૃત્યુ પામેલા એવા નિરાધાર બાળકોને સહાય રૂપે ચેક વિતરણ અને કવિ સંમેલન જેવા સેવાકીય કાર્યક્રમ રાખેલ છે. તો આપ સૌ ભારતીય જનતા પાર્ટી માણસા તાલુકા તથા શહેર સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો,જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો,તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રભારી, સંયોજક શ્રી, બુથ પ્રમુખો, સક્રિય કાર્યકર્તાઓ ને કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી સ્થળ : ગાયત્રી મંદિર માણસા ગાંધીનગર રોડ તા. 17/9/2023 ને રવિવાર સમય : 9:30 સવારે લી.પ્રમુખશ્રી.લક્ષ્મણસિંહ રાઠોડ.માણસા તાલુકા ભાજપા.પ્રમુખશ્રી
એલ. એચ પટેલ.માણસા શહેર ભાજપા, ભારતીય જનતા પાર્ટી માણસા વિધાનસભા પરિવાર