
ધારાસભ્યશ્રી જે.એસ.પટેલ ના હસ્તે ૨૩ બાળકોને રુ. પ હજારની સહાયના ચેક અર્પણ કર્યા



માતૃભુમિ અને દેશની વિરસાયેલ વિરાસત અને અસ્મિતાની પુનઃ પ્રાપ્તિ તથા રાષ્ટ્રના ઉત્થાન અને પ્રજાના વિકાસ માટે અવિરત કામ કરતા આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ૭૩ મા જન્મ દિવસે માણસાના ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ માણસા (વિધાનસભા) ધ્વારા શ્રી મોદી સાહેબને અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી છે.. તેઓશ્રીએ શુભેચ્છા આપતા જણાવ્યું કે, ભગવાન દ્વારકાધીશ આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને તંદુરસ્તી સાથેનું દીર્ધાયુ આપે તેવી ભગવાન અને માતાજીને હદયપૂર્વકની પ્રાર્થના.

સ્વપ્નદ્રષ્ટા આદરણીય મોદી સાહેબના ૭૩ મા જન્મ દિવસે ગાયત્રી મંદિર માણસા ખાતે લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે એસ પટેલ સાહેબ માણસા (વિધાનસભા) દ્રારા કોરોના મહામારી દરમિયાન જેના માતા પિતા મૃત્યુ પામેલા એવા નિરાધાર બાળકોને સહાય રૂપે ચેક વિતરણ અને કવિ સંમેલન જેવા સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવેલ.આ સંમલનમાં ભારતીય જનતા પાર્ટી માણસા તાલુકા તથા શહેર સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો,જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો,તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રભારી, સંયોજક શ્રી, બુથ પ્રમુખો, સક્રિય કાર્યકર્તાઓ ને કાર્યક્રમમાં હાજર રહયા હતા. મુખ્ય મહેમાનપદે આદરણીય મોદી સાહેબના નાના ભાઇ શ્રી પંકજભાઇ મોદી હાજર રહયા હતા.
શહીદ સૈનિકોના પરિવારજનોના ખાતામાં માન.ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ દર મહિને રુ. ર૦૦૦ જમા કરાવે છે
આજના શ્રી મોદી સાહેબના જન્મ દિવસે માણસા (વિધાનસભા) લોકપ્રિય ધારાસભ્યશ્રી જે.એસ.પટેલે કોરોના કાળમાં માતા-પિતા ગુમાવી ચુકેલા ૨૩ બાળકોને રુ. પ હજારની સહાયના ચેક અર્પણ કર્યા હતા. માનનીય ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા આવા પ્રશંસનીય અને પ્રેરણાદાયક કામ સતત કાર્યશીલ રહે છે