સાયન્સસિટીખાતે’વાઇબ્રન્ટગુજરાત – સમિટઓફસક્સેસ’ કાર્યક્રમનીઉજવણીનીતૈયારીઓનેઆખરીઓપ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષની ઉજવણી થશે

આગામી તારીખ ૨૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે.

‘વાઇબ્રન્ટ ગુજરાત – સમિટ ઓફ સક્સેસ’ થીમ સાથે કાર્યક્રમની ઉજવણી થશે. ઉજવણીને અનુરૂપ વિજ્ઞાન ભવનને વાઇબ્રન્ટ રંગો સાથે સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત નોબલ ડોમ ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષની સફળતાની ઝાંખી અને માઈલ સ્ટોન દર્શાવતું પ્રદર્શન યોજાશે. માનનીય વડાપ્રધાન શ્રી આ પ્રદર્શન ખુલ્લુ મૂકશે.

ઉપરાંત આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો પણ હાજર રહેશે. કાર્યક્રમની ભવ્ય ઉજવણી માટે વિવિધ વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *