સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે NSS દિવસ ની ઉજવણી

ડેવિડ પટેલ મહેસાણા

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના NSS અને રમતગમત વિભાગ દ્વારા તારીખ ૨૩-૯-૨૦૨૩ થી ૨૫-૯-૨૦૨૩ દરમિયાન વિવિધ સેવાલક્ષી કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય NSS DAY ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે અંબાજી જતા પદયાત્રીઓને ચોકલેટ તથા પેઈન કિલર બામ નું વિતરણ કર્યું હતું . ભારત સરકાર ના સ્વચ્છતા પખવાડિયા ના ભાગ રૂપે વિદ્યાર્થીઓ જોડે સ્વચ્છતા ના સપત લેવડાવ્યા તથા વિદ્યાર્થીઓ એ રસ્તા ઉપર પડેલા પ્લાસ્ટીક તથા અન્ય કચરાનો નિકાલ કર્યો હતો. તારીખ ૨૫-૯-૨૦૨૩ ના રોજ NSS ની વિવિધ કાર્યક્રમો, આયામો અને ગતિ વિધિઓની માહિતી મળી રહે તે હેતુથી એક વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિદ્યાપીઠ ના ફેકલટી ડો.નીરજ સીલાવત ઉપસ્થિત રહ્યા હતા . આ કાર્યક્રમમાં, યુનિવર્સિટી ના યુવાનો તેમનું યોગદાન અને સમાજસેવાને કેન્દ્ર સ્થાને રાખી સમાજ લક્ષી દ્રષ્ટિકોણ કેળવાવનો સંકલ્પલે છે. વર્ષ – ૨૦૨૨-૨૩ દરમિયાન રાષ્ટ્રીય સ્થળે NSS અને રમતગમત માં સિદ્દ્ધી મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમ ને સફળતા પૂર્વક પૂર્ણ કરવા માટે પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ,પ્રોવોસ્ટ ડો. પી.એમ.ઉદાણી, રજીસ્ટાર ડો. પરિમલ ત્રિવેદી એ હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.ડો. રાકેશ પટેલ, NSS કોઓર્ડીનેટર તથા દરેક કોલેજના NSS પ્રોગ્રામ ઓફીસર તથા દરેક કોલેજના રમતગમત ના કોઓર્ડીનેટરશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *