
રિપોર્ટ : બીના પટેલ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવેલા સ્વાગત કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીમાં હજારો અરજદારોના પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ થયું છે. આણંદ જિલ્લાના અરજદારોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ અરજદારોની રજૂઆતો સાંભળી જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના – માર્ગદર્શન આપ્યુ હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે ૧૨ અરજદારોની રજુઆત મળી હતી જેમાંથી ૯ અરજદારો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. તમામ હાજર અરજદારોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નાયબ કલેકટરશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો હાજર રહ્યાં હતા.