કડી સર્વ વિશ્વ વિદ્યાલયનો યુવક મહોત્સવ સંગત ૨૦૨૩નો સત્તાવાર રીતે શુભારંભ

યુવાઓએ “ઈન્ડિયા @ 2047 એન્ડ યૂથ” વિષય સાથે રેલી સહિતની સ્પર્ધાઓમાં ગજબનો ઉત્સાહ બતાવ્યો

સર્વ વિદ્યાલય કેળવણી મંડળની છત્ર છાંયા માં વટવૃક્ષ બનેલ કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવક મહોત્સવની પ્રી ઇવેંટ પૂર્ણ થયા બાદ આજે સત્તાવાર રીતે રેલી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આજની સ્વર્ણ સવારે સૂર્યોદય સાથે યુનિવર્સિટીના સેક્ટર-૨૩ ખાતેના પ્રાંગણમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેંટ માનનીય શ્રી વલ્લભભાઈ એમ.પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં થનગનતા યુવાનોએ ૨૦૪૭ ના ભારત માટે સેવેલા સપનાઓના સંકલ્પ સાથે રેલીની શરૂઆતકરી હતી.માનનીય ચેરમેનશ્રી સાથે યુનિવર્સિટીના ઇનહાર્જ ડાયરેક્ટર ડો.ગાર્ગી રાજપરા,વેસ્ટ ઝોન યુનિવર્સિટી યૂથ ફેસ્ટિવલ માટે કડી સર્વ વિશ્વ વિદ્યાલયના ચીફ કો ઓર્ડિનેટર ડો.કપિલ ત્રિવેદી સેક્ટર ૨૩ ના કેમ્પસ ડાયરેક્ટરશ્રી ડો.કેયૂર શાહ તેમજ યુનિવર્સિટીના વિવિધ વિભાગોના ડિન, કોલેજોના પ્રિન્સીપાલશ્રીઓ તેમજ ડાયરેક્ટરશ્રીઓ અને મહેમાનોના સામૈયા સ્વાગત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.ત્યારબાદ સંસ્થા ગીતથી સમગ્ર વાતાવરણમાં સર્વ વિદ્યાલયની શતક સુધીની સ્વર્ણ કિર્તિની ભવ્યતા દેદીપ્યમાન થઈ રહી હતી.રેલીને માનનીય ચેરમેનશ્રી એ મશાલ અને લીલુડા ધ્વજ સાથે આગળ વધવા પ્રસ્થાન કરાવ્યુ હતું.અને તેની સાથેજ વાતાવરણમાં “કર ભલા હોગા ભલા”તેમજ “શિક્ષણ એજ સાચી સેવા”ના તેમજ દેશભક્તિના સૂત્રોચ્ચાર થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.રેલી બાદ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહનું આયોજન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સંગત-૨૦૨૩ ગાંધીનગર સ્થિત બી.પી.કોલેજ ઓફ બિઝનેસ એડમીનીસ્ટ્રેશનના યજમાન પદે આયોજિત યુવક મહોત્સવ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ માનનીય શ્રીવલ્લભભાઈ એમ પટેલ સાહેબના વિશેષ માર્ગદશન હેઠળ આયોજીત થઈ રહ્યો છે.ત્યારે યુવક મહોત્સવના કન્વીનર ડો.રમાકાંત પૃષ્ટિ એ તમામ મહેમાનોને ઉદ્ઘાટન સત્રમાં આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન આપ્યું હતું. યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો.ગાર્ગી રાજપરાએ વિદ્યાર્થીઓને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.આજે સવારથી ગાંધીનગર શહેર યુવા પ્રવૃત્તિઓથી હિલોળે ચડ્યુ હતુ. ત્રણ દિવસ લાગલગાટ કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં યુનિર્વસીટીના હોનહાર યુવાન વિદ્યાર્થીઓ દિલથી એમની કળા પ્રદર્શિત કરી રહ્યાં છે.કાર્યક્રમના મુખ્યવક્તા તરીકે આજે લેખક,વિચારક,પ્રખર વકતા,ચિંતક જય વસાવડાએઆ યુવાનોને એમની આગવી શૈલીમા સંબોધિત કરીને રીતસર ચાર્જ કરી દીધા.યુવાનોથી ચિક્કાર ભરેલા હોલમાં જયભાઈના શબ્દો અને સંદર્ભ ઉપર દર પાંચ મિનિટે તાળીઓનો ગડગડાટ થી ગુંજતો હતો.તેઓએ કહ્યું કે આ તાળીઓ પાછળનો સંઘર્ષ સ્ટેજ ઉપર નથી દેખાતો.સંઘર્ષનો તો વ્યક્તિએ એકલા અને જાતે જ સામનો કરવાનો હોય છે.સંઘર્ષ ટાણે આજુબાજુ કોઇ નથી હોતુ. તેઓનું વાંચન,લેખન,ચિંતન તો અદભુત છે જ જેથી તેઓના વક્તવ્ય સમયે યુવાનોની આંખોમાં અનેરી ચમક જોવા મળતી હતી.યુનિવર્સિટી યુવક મહોત્સવ સંગત ૨૦૨૩ના કો કન્વીનર ડો.જયેશ તન્ના સાહેબે સમગ્ર કાર્યક્રમનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં જણાવ્યુ કે આજે કુલ ૩૧કોલેજોના૧૦૨૪ વિદ્યાર્થીઓએ એ ૧૨ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.તેમજ રેલીમાં કુલ ૧૯ કોલેજોના ૫૪૬ વિદ્યાર્થીઓએ અને ૩૭ કોલેજ કોઓર્ડિનેટરોએ ભાગ લીધો હતો.તદુપરાંત હોસ્ટ કોલેજના ૧૫૦ વિદ્યાર્થીઓએ અલગ અલગ રેલીની ટીમોની જ્વાબદારી લઈ માર્ચ ફાસ્ટને આગળ વધાર્યું હતું. નિબંધ સ્પર્ધામાં કુલ ૮૪૯૯ સ્પર્ધકોએ ભાગ લઈ ઇતિહાસ રચ્યો એમ કહી શકાય.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *