સુરત- નવસારી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી , ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે નાવડી ઓવારા , નાનપુરા , સુરત ખાતે શ્રમદાન કાર્યક્રમમાં યોગદાન આપ્યું .

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન ૦૨ ઓક્ટોબરને સ્વચ્છતા માટે જનઆંદોલનની ઉજવણી કરવા ” સ્વચ્છ ભારત દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે .

તેના ઉપક્રમે આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના આહવાન પર તારીખ ૦૧ ઓક્ટોબર , ૨૦૨૩ રવીવારના રોજ સવારે ૧૦ : ૦૦ કલાકે ” સ્વચ્છતા હી સેવા ” અંતર્ગત ” એક તારીખ એક ઘંટા ” શ્રમદાનનો કાર્યક્રમ સમગ્ર ભારત વર્ષમાં યોજાયો .

ગુજરાત રાજ્યમાં યોજાયેલા આ શ્રમદાન કાર્યક્રમમાં ૨૫ સુરત- નવસારી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી , ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે નાવડી ઓવારા , નાનપુરા , સુરત ખાતે ઉપસ્થિત રહી શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લીધો .

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું “સ્વચ્છ ભારત ” નું જે સ્વપ્ન હતું તેને યથાર્થ કરતા આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સફાઈ ઝુંબેશનું જે આહવાન સમગ્ર દેશ વાસીઓને આપવામાં આવ્યું હતું તેને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો હતો અને ખાસ કરીને આવનારી પેઢી માટે આ સફાઈ કાર્યક્રમ ઉદાહરણ રૂપ બની રહેશે અને તેમના અંતરમાં જ સ્વચ્છતા પ્રત્યેની ભાવના જાગૃત થશે જેથી કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું “સ્વચ્છ ભારત ” નું જે સ્વપ્ન ખૂબ જ જલ્દી સાકાર થવા પામશે .

ઉપરોક્ત શ્રમદાન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી – સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરા , મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલ , ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા , નગરસેવકશ્રીઓ , કાર્યકર્તાશ્રીઓ સહિત નગરજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા .

સુરત મહાનગર ખાતે તમામ ૩૦ વોર્ડમાં , વોર્ડ દીઠ બે સ્થળે શ્રમદાનનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .જેમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ આગેવાનશ્રીઓ , કાર્યકર્તાશ્રીઓ , નગરજનોનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *