ટંકારા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

કમલમ ન્યુઝ શૈલેષ આહિર. .ટંકારા : ટંકારા પોલીસ મથકે પીએસઆઇ એમ.જે. ધાંધલ અને સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. આ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે એકત્ર કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ટંકારાના સરપંચ,ઉપસરપંચ, સામાજીક આગેવાનોએ પણ સહયોગ આપ્યો હતો. તે બદલ ટંકારા પોલીસે સૌ આગેવાનો અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *