
રિપોર્ટ ઇકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.





આ ધિરાણ કેમ્પમાં કુલ ૯૫ જેટલી સ્વસહાય જૂથોની મહિલાઓ હાજર રહેલી હતી. ધિરાણ કેમ્પમાં કુલ ૪૨ જૂથોને ૫૩.૧૦ લાખનું ધિરાણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરેલ બેન્ક મેનેજર સાહેબશ્રી, બેંક સખી અને બિસી સખીનું સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત CSR ફડિંગ દ્વારા વિધવા મહિલાને નિ:શુક્લ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ખેડબ્રહ્મા તાલુકામાં કુલ ૨૬૬ જૂથોની ૪૧૯.૫૦ લાખનું ધિરાણ આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી રામાભાઇ તરાલ, સુરેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી ગીતાબેન બી.ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.