
માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ એ ઉપસ્થિત રહીને અમૃત કળશ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

વિવિધ ગામથી એકત્ર કરેલ માટીને અમૃત કળશમાં ભરીને દિલ્હી લઈ જવામાં આવશે:માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ

રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વન’ તૈયાર કરવામાં આવશેઃમાણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના ગામે ગામથી માટી એકત્રિત કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આ કડીના ભાગરૂપે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં માણસા તાલુકાના બાલવા ગામે અમૃત કળશ યાત્રા યોજાઈ હતી. માણસા તાલુકાના બાલવા ગામમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાન યોજાયું હતુ. આ અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા અને સૌ નાગરિકો ઉત્સાહભેર જાેડાયા હતા. વીરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ.


‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામની એકત્ર કરવામાં આવેલી માટીને ‘અમૃત કળશ’માં ભરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વન’ તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાં આવશે. ‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં ગામના આગેવાનો, વડીલો, ભાજપાના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા.