સાબરકાંઠા ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

હિંમતનગર-પ્રાંતિજ વિધાનસભાના અપેક્ષિત કાર્યકરો હાજર રહ્યા

બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત હિંમતનગર શહેરમાં ભાજપ દ્વારા હિંમતનગર વિધાનસભા અને પ્રાંતિજ વિધાનસભાની બેઠક યોજાઈ. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ જે. ડી. પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યાકુંવરબા પરમાર, ધારાસભ્ય વી.ડી.ઝાલા, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, તાલુકા પ્રભારી હિતેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રભારી નિર્ભયસિંહ રાઠોડ, શહેર પ્રમુખ વાસુદેવ રાવલ, બંને વિધાનસભાના પ્રભારી, જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલીકા ના સભ્યો, મંડલના હોદ્દેદારો, સંયોજકો તેમજ પાર્ટીના અપેક્ષિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેલ તેમજ બુથ ને કેવી રીતે મજબૂત કરવું તે વિશે માર્ગદર્શન આપેલ.

રિપોર્ટ ઇકબાલ મેમણ હિંમતનગર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *