આણંદ ખાતે તા. ૧૩ મી ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ આણંદ’ કાર્યક્રમ યોજાશે

નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ. દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રિપોર્ટ : બીના પટેલ

આણંદ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં “વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં આગામી તા. ૧૩ ઓક્ટોબરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ૮૦ ફુટ રોડ પર આવેલ સરદાર પટેલ બેંક્વેટ હોલ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ આણંદ’ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ. દેસાઈના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે બેઠક મળી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી આ કાર્યક્રમ અન્વયે થયેલ કામગીરીની વિગતો મેળવીને કાર્યક્રમના સુચારૂ આયોજન અને તેના અમલીકરણ અર્થે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમણે કાર્યક્રમ આરંભ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યા સુધીની કરવાની થતી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી આર.એસ. પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *