માણસા તાલુકાના દેલવાડા ગામ ખાતે માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ ના હસ્તે અમૃત કળશ યાત્રા યોજાઈ

બીજા ચરણમાં માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ ના હસ્તે અને સાંસદશ્રી શારદાબેન પટેલ સાથે કળશ યાત્રા કાર્યક્રમમાં જાેડાઈને અમૃત કળશમાં માટી એકત્રિત કરી.

એકત્ર કરેલ માટીને અમૃત કળશમાં ભરીને દિલ્હી લઈ જવાશે રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વન’ તૈયાર કરાશે

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ઉમળકાભેર ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દેશભક્તિના આ મહાપર્વમાં દેશભરમાંથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. જેના ભાગરૂપે કાર્યક્રમના બીજા ચરણમાં માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ ના હસ્તે અને સાંસદશ્રી શારદાબેન પટેલ સાથે કળશ યાત્રા કાર્યક્રમમાં જાેડાઈને અમૃત કળશમાં માટી એકત્રિત કરી.

માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ એ કર્તવ્યપથ પર નિર્માણ થનાર અમૃત વાટીકા વિશે જણાવતા કહ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ માટે લડનાર શહીદોનો મારી માટી મારો દેશ કાર્યક્રમથી શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ‘ભારત માતા કી જય’ , ‘મારી માટી મારો દેશ’ના જયઘોષ સાથે દેલવાડા ગ્રામજનો સાથે માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલએ ગ્રામજનો પાસેથી અક્ષત અને માટી એકત્ર કરી અને કુંભમાં એકઠાં કર્યા હતા. માણસા તાલુકાના વિવિધ વિસ્તારમાં ‘અમૃત કળશ’ યાત્રા યોજાઈ હતી.

      'અમૃત કળશ' યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામની એકત્ર કરવામાં આવેલી માટીને 'અમૃત કળશ'માં  ભરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં 'અમૃત વન' તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાંઆવશે.

આ ‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ રાઠોડ જિલ્લા પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ તેમજ તાલુકા પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન પટેલ, ગામના આગેવાનો, વડીલો, ભાજપાના કાર્યકર્તાઓ અને અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM