જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની કુતિયાણા શાખાનુ કેબીનેટ મંત્રીશ્રી, જવાહરભાઇ ચાવડા હસ્તે ઉદ્ધાટન

ધી જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની આધુનિક સુવિધાથી સજ્જ તૈયાર થયેલ કુતિયાણા શાખાનુ કેબીનેટ મંત્રીશ્રી, પ્રવાસન મત્સ્યધોગ જવાહરભાઇ ચાવડાનાં હસ્તે ઉદ્ધાટન કરાયુ હતું. તથા પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ એ.ટીએમનું ઉદ્ધાટન તથા પોરબંદરના સાસંદશ્રી રમેશભાઇ ધડુકે મંડળીઓને માઇક્રો ATM વિતરણ કર્યા હતા. જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લિ.ની આધુનિક સુવિધાથી સજ્જ કુતિયાણા શાખાનું ઉદ્ઘાટન કરી હર્ષની લાગણી સાથે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી જણાવ્યુ કે, સહકારી પ્રવૃતિ સમાજમાં જરૂરી છે. ઉત્પાદન અથવા વેચાણનો પુરતો ભાગ સહકારી ધોરણે સરળતાથી છેલ્લા માણસ સુધી પહોંચે તે જરૂરી છે. આ તકે મંત્રીશ્રીએ સહકારી બેંક વધુ ને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, સહકારી પ્રવૃતિ ભારતના જન જીવનમાં વણાયેલી છે. ગુજરાતમાં સારામા સારી સહકારી પ્રવૃતિ ચાલે છે. આ તકે ઉપસ્થિત રહેલા પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકે કુતિયાણા વાસીઓને શુભેચ્છા પાઠવીને જણાવ્યુ કે, સહકારી બેંક લોકોને વધુને વધુ ઉપયોગી બનશે. અત્રે નોંધનીય છે કે, ૩ જિલ્લામાં ૪૫ શાખા ધરાવતી બેંકની પોરબંદર જિલ્લામાં કુલ ૬ શાખાઓ છે જે નજીકનાં ભવિષ્યમાં વધારવામા આવશે. તેમ બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ ખાતરી આપી હતી. ગામડાઓમાં ખેડૂતોને પોતાના ગામમા જ પેમેન્ટ મળી રહે તે માટે સહકારી બેંકે ચાર મંડળીઓને માઇક્રો એ.ટી.એમ વિતરણ કર્યા હતા. આ તકે સહકારી બેંકના વાઇસ ચેરમેન મનુભાઇ ખુટી, એમ.ડી દિનેશભાઇ ખટારીયા, ડિરેકટર જેઠાભાઇ પાનેરા, પુંજાભાઇ, ચંદ્રિકાબેન ચુડાસમા, ભરતભાઇ ગાજીપરા, અગ્રણી કીરીટભાઇ મોઢવાડીયા, સુદામા ડેરીના પ્રમુખ ભરતભાઇ ઓડેદરા, બેંકના મેનેજમેન્ટ કિશોરભાઇ ભટ્ટ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *