“સ્વચ્છતા હી સેવા” માટે JMC ચેરમેનની જહેમત ૪૦૦૦ લાખ ના વિકાસકામોને મંજુરી આપતી જામ્યુકો સ્ટે.કમીટી

શહેરીજનોને શ્રમદાન દ્વારા સફાઇ અભિયાનમા જાગૃતિપુર્વક જોડાવવા આહવાન કરતા નિલેષ કગથરા

“સ્વચ્છતા હી સેવા” માટે JMC ચેરમેનની જહેમત ૪૦૦૦ લાખ ના વિકાસકામોને મંજુરી આપતી જામ્યુકો સ્ટે.કમીટી

શહેરીજનોને શ્રમદાન દ્વારા સફાઇ અભિયાનમા જાગૃતિપુર્વક જોડાવવા આહવાન કરતા નિલેષ કગથરા

જામનગર ( ભરત ભોગાયતા)

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન હેઠળ સમગ્ર દેશ સફાઇ અભિયાન મા જોડાય ગયો છે ત્યારે ગુજરાત સ્વચ્છતામા પણ મોડેલ સ્ટેટ બનવા જઇ રહ્યુ છે અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલએ વધુ બે મહિના સઘન અભિયાન હાથ ધરાવ્યુ છે જેમા વિસ્તારવાઇઝ ડે ટુડે સફાઇ થઇ રહી છે

આ સમગ્ર બાબતોની ગંભીરતા લઇ કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારની જહેમત સાથે જામનગર કદમ મીલાવે તે માટે કોર્પોરેશન ના સ્ટે.કમીટી ચેરમેન શ્રી નિલેશ કગથરા એ દુરંદેશીપુર્વક સ્વચ્છતા અને આરોગ્ય માટે કાળજીલેવા ના પગલા લીધા છે અને લગત વિભાગોને સુચનાઓ આપી છે તેમજ કામગીરીની સમીક્ષા પણ કરે છે તેમજ શહેરીજનો આ અભિયાનમા જોડાઇ શ્રમદાન આપે તેવુ આહવાન પણ ચેરમેન શ્રી કગથરા એ કર્યુ છે સાથે સાથે દુરંદેશી અને પ્રસંશનીય નિર્ણય એ કર્યો છે કે ન્યુસન્સ ચાર્જ હાલ ઘટાડાયો જેથી સૌ નો ઉત્સાહ વધે ઉપરાંત રાત્રી સફાઇ પણ ચેરમેન એ સઘન કરાવી છે જેનુ ચેકીંગ મેયર શ્રી ખીમસુર્યા ચેરમેન શ્રી કગથરા અને ડે.મેયર ક્રિષ્નાબેન કરતા હોય છે

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરૂવાર તા.૧૯ ના રોજ કમિટીના સભાખંડમાં યોજવામાં આવી હતી જેમાં વધુ એક ઓવરબ્રીજના ખર્ચ સહિતના કેટલાંક ખર્ચ તથા કામોને મંજૂરી આપવામાં આવી છે અને ગંદકી તથા કચરા મુદ્દે વેપારીઓએ હવે એક મહિના માટે ઘટાડેલો દંડ એટલે કે ન્યૂસન્સ સંબંધે વહીવટી ચાર્જ ચૂકવવો પડશે. બાદમાં પરિસ્થિતિ સુધરશે નહીં તો અગાઉની માફક જૂના દરે દંડ વસૂલાશે. દંડમાં રાહત એક મહિના પૂરતી જ છે.

ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં કુલ રૂ. 43 કરોડ 37 લાખના ખર્ચ તથા વિકાસકામોને મંજૂરી આપવામાં આવી. જો કે વોર્ડ નંબર 10-11-12 ના બગીચાઓના કામોને હાલ પેન્ડિંગ રાખવા નિર્ણય થયો છે. સમર્પણ સર્કલથી વિજયનગર જકાતનાકા રોડ પર સૈનિક ભવન નજીકના રેલ્વે ફાટકના સ્થાને રૂ. 39.64 કરોડના ખર્ચથી ઓવરબ્રીજ બનાવવા, કમિશનરની દરખાસ્ત મુજબનો આ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બેઠકમાં સીસી રોડ પરના ચરેડા,ગટર તથા સિમેન્ટ રોડ ઉપરાંત પાણીની પાઈપલાઈન અને ડામરરોડના કેટલાંક કામોના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

ચેરમેને આ બેઠકમાં ચેર પરથી જાહેર કર્યું કે, મહાનગરપાલિકા દ્વારા ન્યૂસન્સ અંગે વહીવટી ચાર્જ જે વેપારીઓ માટે રૂ. 500 છે તેના બદલે રૂ. 100 કરવામાં આવ્યો છે અને રહેણાંક માટે આ ચાર્જ રૂ. 200 ના બદલે રૂ. 100 કરી એક માસ માટે વસૂલવા સૂચના આપવામાં આવી છે. જો એક મહિના દરમિયાન સ્વચ્છતા મુદ્દે સુધારો નહીં થાય તો અગાઉની માફક આ ચાર્જ મહિના પછી ફરીથી રૂ. 500 અને રૂ. 200 કરવામાં આવશે અને એ રીતે નગરજનો તથા વેપારીઓ પાસેથી કચરા તથા ગંદકી મુદ્દે વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.

આ બેઠકમાં મેયર શ્રી ખીમસુર્યા ડેપ્યુુટી મેયર ક્રિષ્ના બેન તથા કમીટી ના ૧૧ સભ્યો અને ઇ.ચા.આસી.કમી.વહીવટ કોમલબેન ઇ.ચા.આસી.કમી.ટેક્સ જીજ્ઞેસભાઇ તેમજ સાથી અધિકારીઓ હાજર રહ્યા હતાં.

ખાસ કરીને કમીટીમા સભ્યોના સુચનો મળ્યા હતા તેમજ અમુક ફરીયાદના સુરની બાબતો અગાઉ તડી પડતી હતી તે આ બેઠકમા ખાસ ઉભરી આવી ન હતી માત્ર સુરસુરીયા જેવો ગણગણાટ હતો આ બાબત ચેરમેન નુ સભ્યો સાથેનુ સંકલન દર્શાવે છે તેમ વર્તુળો મા ચર્ચા છે ઉપરાંત ચેરમેન જાતે પણ ભારપુર્વક જુદી જુદી બાબતે અધીકારીઓના કાન ખેંચે પણ ખુબ પરીપક્વતાથી અને તેઓ દરેક વિભાગનો હાલ જીણવટ પુર્વક અભ્યાસ કરે છે અને વધુમા વધુ સમય કોર્પોરેશન ને લગત બાબતો માટે આપતા હોવાનુ વિભાગો જણાવે છે મહત્વનુ એ છે સંગઠન સાથે સુસંકલન રાખવાનુ સંગઠન ના સુચન સંકલન વગેરે મુજબ ગંભીરતા લેવાની કોર્પોરેશન સ્ટાફ ને મોટીવેટ કરવા ઉચ્ચ અધીકારીઓને તેમનુ માન જળવાય તેમ પણ લોકહિતમા કામ ઝડપી કરવા પ્રેરીત કરવા નગરજનોની સુખાકારીના કાર્યો કરાવવા વિકાસકામો મંજુર કરવા સહિત આંતરીક બાબતો પણ સાચવવી વગેરે સંતુલન કરવુ અઘરૂ હોય છે ત્યારે શ્રી નિલેષ કગથરા આ બાબતોમા પારંગત નીવડી રહ્યા છે અને વધુ પારંગત થશે તેમ રાજકીય સમીક્ષકોનુ હાલ તારણ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *