આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાની ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ

મારી માટી, મારો દેશ- ‘અમૃત કળશ યાત્રા માંડવી’

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાની ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ

‘મારી માટી મારો દેશ’ અભિયાન દેશની માટી અને વીર શહીદોને નમન કરવાનો ઉત્સવ: આદિજાતિ મંત્રી

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘મારી માટી મારો દેશ’ અભિયાન દેશની માટી અને વીર શહીદોને નમન કરવાનો ઉત્સવ બન્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માટી એટલે જનની અને વીરોને નમન કરી સન્માન આપવાનું કાર્ય કર્યું છે. માંડવી તાલુકાના દરેક ગામોમાંથી આવેલી માટીને એકત્રિત કરી અમૃત કળશ તૈયાર થશે.. એકત્રિત માટીને એકતાના પ્રતિક સ્વરૂપે દિલ્હીના કર્તવ્યપથ પર લઈ જવાશે, જ્યાં ‘અમૃત મહોત્સવ સ્મારક’ની ‘અમૃત વાટિકા’મા ભળી જશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેની ફલશ્રુતિરૂપે આજે ‘વાઈબ્રન્ટ ગામ, વાઈબ્રન્ટ તાલુકો, વાઈબ્રન્ટ જિલ્લાથી વાઈબ્રન્ટ ગુજરાત’ બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત અને G-20 ના કારણે માતબર રોજગારી સર્જન થયું છે. યુવાનોને કારકિર્દીની નવી તકો મળી છે. ભારતમાં રોજગારી પૂરી પાડવામાં ગુજરાત અગ્રેસર છે.
આ પ્રસંગે તા.પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, માંડવી તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ મહાકાલ, માંડવી પશુ ચિકિત્સક ડૉ.વિજય પાટીલ, માંડવી તાલુકા સરપંચ એસો. પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, અગ્રણી અનિલભાઈ, અગ્રણી જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગામે ગામથી કળશ લઈને આવેલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.-રિપોર્ટ,મયુર પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *