આજોલમાં પ્રાથમિક શાળા નં.2  ખાતે શિક્ષણ – વિચાર ગોષ્ઠિમાં ભાગ લેતા – માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ

રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિના શ્રેષ્ઠ અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ છે- માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ

 માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા આજોલમાં પ્રાથમિક શાળા નં.2  સૌજન્ય મુલાકાત લીધી હતી. આજોલમાં પ્રાથમિક શાળા નં.2 (પુરીબેન સોમાભાઈ પ્રભુદાસ- કલાવત) સ્ટાફ દ્વારા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ  સ્વાગત સન્માન કરવામાં આવ્યું જે બદલ સૌનો આભાર વ્યક્ત  કર્યો હતો આ દરમિયાન ધારાસભ્ય શ્રી જે એસ પટેલ  એ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે હળવી શૈલીમાં સંવાદ સાધ્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે – માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ એ હળવી શૈલીમાં સાધ્યો જ્ઞાનવર્ધક સંવાદ

ધારાસભ્ય શ્રી જે એસ પટેલ એ શાળાના આચાર્ય તથા સ્ટાફ સાથે મુલાકાત કરી અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે પરિચય મેળવ્યો હતો અને શૈક્ષણિક કાર્ય તપાસવાની સાથે જ ભૌતિક સુવિધાના વિકાસ અંગે પણ ચિતાર મેળવ્યો હતો. ઉપરાંત ધારાસભ્ય શ્રી જે એસ પટેલ એ શાળાના વર્ગખંડોમાં જઈને વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જ્ઞાનવર્ધક સંવાદ સાધ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *