







વાયબ્રન્ટ ગુજરાત, ’વાયબ્રન્ટ બનાસકાંઠા’
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત પાલનપુર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બનાસકાંઠા’ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં સમિટ યોજાઈ. જેમાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે 383 કરોડના એમ.ઓ.યુ. થયા, તેમજ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લોન સહાય ચેક વિતરણ કર્યા.
આ કાર્યક્રમમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP), સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ઉપર ફોકસ કરી એક્ઝિબિશન, ક્રેડિટ લિંકેજ સેમિનાર, બી ટુ બી મીટીંગ, એક્સપોર્ટ સેમિનારનું આયોજન કરાયું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર, શ્રી પ્રવિણકુમાર માળી, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી માવજીભાઇ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ – શ્રી ચીમનભાઇ સોલંકી, જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરણવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારી – કમલભાઈ ચૌધરી, સ્ટાર્ટઅપ સાહસિકો, ઈન્ડસ્ટ્રીઝ અને જિલ્લા વહીવટીતંત્ર સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.