માણસા તાલુકાના અનોડીયા ડોડીપાળ પ્રાથમિક ખાતે નવીન ૪ ઓરડાઓનું લોકાર્પણ કરતા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ

માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી શ્રી જે.એસ.પટેલ એ ૫ લાખના ખર્ચે નવીન ૧૫ કમ્પ્યુટરથી સુસજ્જ કમ્પ્યુટર લેબનું ઉદ્‌ઘાટન કર્યું.

માણસા તાલુકાના અનોડીયા ડોડીપાળ પ્રાથમિક શાળા નં. ૨ના સંનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ પૂર્વ આચાર્ય શ્રી અર્જુનસિંહ કલ્યાણસિંહ રાઠોડના નિવૃત સત્કાર સમારોહમાં માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ હાજરી આપી.

રૂ. ૪૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ શાળાના નવીન ૪ ઓરડાઓનું લોકાર્પણ કરાયું

માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ દ્વારા માણસા તાલુકાના અનોડીયા ડોડીપાળ પ્રાથમિક શાળા નં. ૨ના  ખાતે બાળકો માટે નવીન ૪ ઓરડાઓનું લોકાર્પણ   લેબનું લોકાર્પણ કરાયું.   ૪૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ શાળાના નવીન ૪ ઓરડાઓનું લોકાર્પણ અને  ૫ લાખના ખર્ચે નવીન ૧૫ કમ્પ્યુટરથી સુસજ્જ કમ્પ્યુટર લેબનું ઉદ્‌ઘાટન  દ્વારા ક્લાસરૂમ અપગ્રેડેશન કરી અદ્યતન  લેબ તૈયાર કરવામાં આવી છે.

લોકાર્પણ પ્રસંગે માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલપટેલ દ્વારા બદલ શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવરાત્રિ મહોત્સવને વિશ્વમાં ઓળખ આપી છે. આ શુભ દિવસોમાં શુભ કાર્યો કરવામાં આવે છે. આજે વડાપ્રધાનશ્રીએ નવી નવી ટેકનોલોજીની મદદથી ડિવાઈઝોની ભેટ આપી છે જેના ઉપયોગથી એમનું જીવન સરળ બને, તેમને સારી રીતે શીખવાનું મળે. તેના જ ભાગરૂપે માણસા તાલુકાના અનોડીયા ડોડીપાળ પ્રાથમિક શાળા નં. ૨ મા આવા શ્રેષ્ઠ અને અનોખા કાર્યની પહેલ કરવામાં આવી છે.

માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી શ્રી જે.એસ.પટેલ એ દરેક બાળકોને મળી એમની સાથે વાર્તાલાપ કર્યો હતો. માતા-પિતા અને શિક્ષકોને વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકની સમજ પૂરી પાડવા માટે સજ્જ કરે છે. આ પ્રસંગે શ્રી વિક્રમસિંહ એ. ચાવડા (માજી પ્રમુખશ્રી ગાંધીનગર જિલ્લા પ્રા. શિ. સંઘ), શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (પ્રમુખશ્રી ગાંધીનગર જિલ્લા પ્રા.શિ. સંઘ) શ્રી સુજલકુમાર પટેલ (મહામંત્રી શ્રી ગાંધીનગર જિલ્લા પ્રા. શિ. સંઘ) કુમારી નિમિષાબેન દવે (તાલુકા પ્રા. શિક્ષણઅધિકારી તા. પં. માણસા) શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ (તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી તા. પં. કલોલ) પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *