ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયતોના 139 સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

  • ચાર સત્રમાં શિક્ષણાર્થીઓએ કાર્યકર્તાઓના નિર્માણનું મેળવેલ ભાથું બુથ લેવલ સુધી પોહચાડશે
  • વિકાસકામોની ગાથા જનજન સુધી પોહચાડી ભાજપની કાર્યશૈલીથી માહિતગાર કરાશે : મારૂતિસિંહ અટોદરિયા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે 9 તાલુકા પંચાયતના ચૂંટાયેલા 139 સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ આયોજિત કરાયો હતો.

ગુજરાતમાં ભાજપે લોકસભા ઈલેકશન પૂર્વે સંગઠનને વધુ સક્રિય અને મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં પણ સરકાર અને સંગઠનમાં તાલમેલ સાથે વિવિધ સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે અને જનજન સુધી ભાજપની કાર્ય શૈલી, વિકાસકામોની ગાથા પોહચે તે માટે કાર્યકરનું પ્રશિક્ષણ વર્ગ થકી નિર્માણ કરાઈ રહ્યું છે.

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ સોમવારે સવારથી પ્રારંભ થયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલે ઉપસ્થિત રહી શિક્ષણાર્થીઓને પ્રારંભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ચાર સત્રમાં આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં લોકસભામાં 2 બેઠકથી સ્પષ્ટ બહુમતી, ભાજપનો ઇતિહાસ, વિકાસકામોની ગાથા જનક બગદાણા, સૂરજ વસાવા, કરસન ગોંડલીયા અને રાજેશભાઇએ વર્ગમાં આપી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પ્રશિક્ષણ વર્ગમાં જરૂરી માહિતી ઉપરાંત પાર્ટીની કાર્યપદ્ધતિ, વિચારસરણી, ભાજપાનો ઈતિહાસ, જનસંઘનો ઈતિહાસ, એકાત્મ માનવવાદ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી, મીડિયા , સોસિયલ મીડિયા, વિવિધ સમાજોને લગતા મુદ્દાઓની પ્રશિક્ષણ વર્ગમાં ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

કાર્યકર્તા નિર્માણમાં શિક્ષણાર્થીઓએ મેળવેલ ભાથું તેઓ બુથ લેવલના કાર્યકર અને પ્રજા સુધી પોહચડશે. મંગળવારે ભરૂચ અને નર્મદા જિલ્લાની 5 પાલિકાઓના ચૂંટાયેલા સભ્યોની પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *