



ડીસા ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ દેશી લોહાણા રઘુવંશી સમાજ દ્વારા દિવ્ય ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય હેતુ સમાજ નજીક આવે એકબીજાની ઓળખાણ થાય તે હેતુ થી આજરોજ જેમાં રઘુવંશી દેશી લોહાણા સમાજના ઉત્સાહી દિલીપભાઈ ઠક્કર તેમજ પ્રગતિ યુવક મંડળ ના પ્રમુખ યોગેશભાઈ સહિત દેશી લોહાણા સમાજના આગેવાનો હાજર રહયા હતા સમાજ તરફથી સમૂહભોજન નાસ્તા સાથે દિવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ સૌ પ્રથમ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દિપ પ્રાગટય કરીને માં જગદંબાની આરતી ઉતારી દિવ્ય ગરબાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજના ખૈલયાઓએ મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ બોલાવી હતી બાદમાં નાસ્તા સાથે ગરબા મહોત્સવમાં દેશી લોહાણા સમાજના લોકો એ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને ગરબા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે સર્વે દેશી લોહાણા સમાજે ભોજન પ્રસાદ સાથે લીધો હતો ટ્રેડિશનલ ડ્રેસ સાથે દિકરા દિકરીઓએ ગરબા હીંચ રાસ મોડી રાત સુધી રમ્યા હતા અને દેશી લોહાણા સમાજ તરફથી દરેક ને ડ્રો ની કુપન આપી ને 55 ખેલયાઓને ઇનામો આપેલ અને 6 જણ ને બમ્પર ઇનામો આપેલ અને આ પ્રસંગને ગરબા મહોત્સવમાં ઉપસ્થિત મહેમાનો અને આયોજનમાં ખુલ્લા હાથે દાન આપનાર દાતાઓનું સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ગરબા મહોત્સવને શોભાવવા દેશી લોહાણા સમાજના નવનિયુક્ત પ્રમુખ દિલીપભાઈ વકીલ ઉપપ્રમુખ પ્રગતિ યુવક મંડળ ના પ્રમુખ યોગેશભાઈ સહિત દેશીલોહાણા સમાજ ના પરિવારો હાજર રહી આ પ્રસંગ દીપાવ્યો હતો તેમજ પૂર્વ પ્રમુખ રમેશભાઈ આરટીઓ સ્વં જમના બા ( પરિવાર નું) સ્વં રમેશભાઈ અખાણી ( પરિવાર નું) ભગવાનદાસ બઘું નું તમામ પૂર્વ પ્રમુખો નું સન્માન કરવા માં આવેલ તેમજ લોહાણા ન્યૂઝ ના તંત્રી આનંદ ભાઈ ઠકકર તેમજ બનાસ ક્રાઈમ ના હરેશભાઇ ઠકકર નું સન્માન કરવા માં આવેલજલારામ પ્રગતિ મંડળના હોદ્દેદારો સ્વયંસેવકો અને સમાજના આગેવાનો તરફથી ગરબા મહોત્સવનુ સુંદર આયોજન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી પ્રસંગને સોભવ્યો હતો અને રઘુવંશી દેશી લોહાણા સમાજ આજના ભોજન પ્રસાદના દાતા પરિવારને આયોજકો તરફથી જલારામ બાપાનો ફોટો આપી સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
આનંદ ઠકકર ડીસા