
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર તાલુકા ના પુનગામ ના લાખા હનુમાન ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત મિલેટ ડેવલોપમેન્ટ અંતર્ગત અંકલેશ્વર ખેતીવાડી શાખા દ્વારા તાલુકા કક્ષા ના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો ને હલકા ધાન્ય પાકો ના વાવેતર અને ભોજન માં પોષક તત્વો અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું તેમજ 92 જેટલા ખેડૂતો ને સોલાર પાવર યુનિટ ના મંજૂરી પત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું







વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા ફૂડ એન્ડ એગ્રીકલચર અને યુનાઇટેડ નેશન્સ દ્વારા 2023 ના વર્ષ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે,જેની ઉજવણી ના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત અંકલેશ્વર તાલુકા ના પુનગામ પાસે આવેલ લાખા હનુમાનજી મંદિર ના પટાંગણ ખાતે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી પી.આર.માંદાણી ની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષા ના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં કૃષિ ને લગતા વિવિધ સાધનો સહીત ના 15 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આ તાલુકા કક્ષાના મેળામાં અંકલેશ્વર તાલુકા ખેતીવાડી શાખા ના મદદનીશ ખેતી નિયામક બી.જે. પટેલ .જિલ્લા પંચાયત ના સભ્ય ભરત પટેલ ,સહીત મોટી સંખ્યા માં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા ,જેમાં ખેડૂતો ને હલકા ધાન્ય પાકો ના વાવેતર અને ભોજન માં પોષક તત્વો અંગે માર્ગ દર્શન ,આપવામાં આવ્યું હતું સાથે અંકલેશ્વર તાલુકા ના 92 ખેડૂતો ને ખેતર ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અંગે ના મંજુરીપત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાગાયત અધિકારી અવિશાબેન બુધાણી.તાલુકા પંચાયત ના સભ્ય વસંત પટેલ .ગામના સરપંચ સહીત ના આગેવાનો હાજર રહ્યા હતા