ખેડૂતો સહિત લાભાર્થીઓને સહાય વિતરણ અને પશુ દવાખાનાનુ લોકાર્પણ તેમજ અમૃત આહાર મહોત્સવનુ ઉદઘાટન
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપયીનાં જન્મ દિવસને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા તથા ખંભાળીયા ખાતે તા.૨૫-૧૨-૨૦૨૦નાં રોજ સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. ખંભાળીયા એપીએમસી ખાતે સુશાસન દિવસની ઉજવણી નિમિતે સાત પગલા કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ અને માન.સાંસદશ્રી પૂનમબેન માડમ તથા ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. મહાનુંભાવો તથા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત એપીએમસીના ચેરમેનરશ્રી પી.એસ.જાડેજાએ કર્યું હતું. સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વદેશી અટલ બિહારી વાજપયીના જન્મ દિવસ નિમિતે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરૂ છું. માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની ધરા સંભાળી ત્યારથી ૨૦૧૪થી સુશાસન દિવસ ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. શ્રી અટલજીની કાર્યશૈલીથી, વ્યકિતત્વથી તેમના વિચારોથી માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રતાઓને નહિ, માત્ર દેશના નાગરીકોને નહિ, પરંતુ પોતાના વિરોધીઓને પણ પોતાની સાથે જોડવાનું વખાણ કરવાનું કાર્ય કરતા હતા. એમના વિરોધીયો પણ કહેતા હતા કે, અજાતશત્રુ તરીકે અટલજી જે બહુમુખી પ્રતિભા ધરાવે છે. જેવું નેતૃત્વ દેશને કોઇ દિવસ પ્રાપ્ત થયુ નથી તેવું નેતૃત્વ આપણે અટલજીના માધ્યમથી પ્રાપ્ત થયું છે. અટલજીના વિચારો તથા નિર્ણયો જુવો તેની કવિતાઓ જુઓ આપણે સૌ એક વાત આજે પણ ચોકકસ કહી શકીએ કે ગમે તેવી પરિસ્થિતિ હોય એ સંવેદનશીલતાની ભાવના, નિર્ણાયક શકિતની ભાવના, સાચા નેતા, સાચુ યોગદાન કોઇપણ પરિસ્થિતિમાં સાચો નેતા કેવો હોય એની પ્રતિતિ આપણૈ સૌને અટલજીના બધા કાર્યેમાંથી મળે છે. તેમની કવિતામાંથી ગમે તેવી મુસીબત હોય, જીવનમાં ગમે તેવો પ્રશ્ન હોય તેનુ સમાધાન મળી રહે છે. સાત પગલા ખેડુત કલ્યાણના આ યોજના ખેડુતો માટે ફાયદારૂપ છે. ખેડુતોના હિત માટે સરકાર કટીબધ્ધ છે ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાય આધારિત ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ઉપરાંત ઘણી યોજનાઓમાં સબસીડી આપવામાં આવે છે. દિલ્હીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિશાન નિધી હેઠળ ૯ કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા રૂા.૧૮ હજાર કરોડની રકમ જમા કરવામાં આવી હતી. ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોને લાઈવ સંબોધન કરી ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી પૂનમબેન માડમ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કુટીર ઉદ્યોગના લાભાર્થીને ચેક, કિસાન પરિવહન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય હુકમ અને બાગાયત વિભાગની યોજનાના લાભાર્થીઓને છત્રી તેમજ માનવ કલ્યાણ યોજના, અંતર્ગત લાભાર્થીને કીટનું વિતરણ કરાયું હતું. આત્મા પ્રોજેકટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કીટ તથા ગાયના નિભાવ ખર્ચ પટે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાંસદશ્રીના હસ્તે ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ પણ કરાયું હતું. કાર્યક્રમ અગાઉ દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડુતોની પાકૃતિક પેદાશોના વેંચાણ અન્વયે આયોજિત અમૃત આહાર મહોત્સવનું પૂનમબેન માડમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ખીમભાઇ જોગલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, જિલ્લા ખેતિવાડી અધિકારીશ્રી એ.બી.કમાણી, ભાજપ આગેવાનશ્રી મસરીભાઇ નંદાણીયા, હિતેષભાઇ પિંડારીયા, હરીભાઇ નકુમ, પરબતભાઇ ભાદરકા, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ ખેડુતો અને લગત કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
( ભરત ભોગાયતા દ્વારા)
