



એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી અને અન્ય ન્યાયાધીશશ્રીઓ તેમજ વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ



ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી ચીકાતી માનવેન્દ્રનાથ રોયનો શપથગ્રહણ સમારોહ યોજાયો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ શ્રી ચીકાતી માનવેન્દ્રનાથ રોયને ગુજરાતના ન્યાયધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં સવારે ૧૦.૧૦ કલાકે યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી તથા હાઈકોર્ટના જજીસ, વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યાયાધીશ શ્રી રોયની તાજેતરમાં જ આંધ્રપ્રદેશ હાઇકોર્ટથી ગુજરાત હાઇકોર્ટ ખાતે બદલી થઈ છે.