અંકલેશ્વર માં સૌભાગ્યવતી મહિલાઓ એ કડવા ચોથ ના વ્રત ની ઉજવણી કરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર માં સૌભાગ્યવતી મહિલાઓ એ કડવા ચોથ ના વ્રત ની ઉજવણી કરી હતી પતિ ના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઉપરાંત તેના દામ્પત્ય જીવનમાં હંમેશા ખુશીઓ રહે તે માટે કડવા ચોથ નું વ્રત કરે છે આ વ્રત માં સૂર્યોદય પહેલા પરિણીત મહિલાઓ સરગીના રૂપમાં ભોજન લીધા બાદ આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે.

કારતક માસના કૃષ્ણ પક્ષની ચોથની તિથિના દિવસે કડવા ચોથની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિવાહિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે કડવા માતાની પૂજા-અર્ચના કરે છે.. આ વ્રતના પુણ્યથી પરિણીત મહિલાઓને સુખ અને સૌભાગ્ય મળે છે. આ સાથે પતિનું આયુષ્ય લાંબુ થાય છે.વ્રત પરિણીત મહિલાઓ તેમના જીવનસાથીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે રાખે છે. આ દિવસે કડવા માતાની સાથે મહિલાઓ દેવી પાર્વતી અને ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. આ દિવસે સૂર્યોદય પહેલા પરિણીત મહિલાઓ સરગીના રૂપમાં ભોજન લે છે અને ત્યારબાદ આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે.

પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ વિશેષ છે. માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતીએ ભગવાન શિવ માટે આ વ્રત રાખ્યું હતું અને દ્રૌપદીએ પાંડવો માટે આ વ્રત રાખ્યું હતું.. એવું માનવામાં આવે છે કે જે મહિલા કરવા ચોથનું વ્રત રાખે છે તેના પતિનું આયુષ્ય લાંબુ હોય છે. આ ઉપરાંત તેના દામ્પત્ય જીવનમાં હંમેશા ખુશીઓ રહે છે. . જ્યારે અપરિણીત છોકરીઓ સારો પતિ મેળવવા માટે કરવા ચોથનું વ્રત રાખે છે.ત્યારે અંકલેશ્વર માં સૌભાગ્યવતી મહિલાઓ એ દેવીપાર્વતી, ભગવાન શિવ અને ભગવાન ગણેશજી ની પૂજા કરી હતી બાદ .ચાળણીની પાછળથી ચંદ્રને જોયા બાદ પતિનો ચહેરો જોયો હતો . આ પછી પતિ દ્વારા પત્નીને પાણી પીવડાવી ને ઉપવાસ તોડ્યો હતો અને . ઘરના તમામ વડીલોના આશીર્વાદ લીધા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *