






કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર નગર પાલિકા ની કારોબારી સમિતિ ના નવનિયુક્ત અધ્યક્ષ નિલેશ પટેલે પૂજા પાઠ સાથે વિધિવત રીતે પદભાર સંભાળતા નગર પાલિકા ના સભ્યો ,તેમજ કર્મચારીઓ અને ભાજપ ના આગેવાનો સહીત નગરજનો એ શુભેચ્છા પાઠવી હતી .

અંકલેશ્વર નગર પાલિકા માં પ્રમુખ અને કારોબારી સમિતિ સહીત ની તમામ સમિતિઓ ની અઢી વર્ષ ની ટર્મ પુરી થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે પછી ના અઢી વર્ષ ની ટર્મ માટે પ્રમુખ સહીત કારોબારી તેમજ અન્ય સમિતિઓ ના અધ્યક્ષ ની વરણી કરવામાં આવી હતી આ વરણી ના ભાગ રૂપે કારોબારી સમિતિ ના નવનયુકત અધ્યક્ષ નિલેશભાઈ પટેલે ગુરુવાર ના રોજ પાલિકા માં કારોબારી સમિતિ ની ઓફિસ માં પૂજાપાઠ સાથે વિધિવત પદભાર સંભાળ્યો હતો ,તે દરમ્યાન ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો ,પાલિકા ના સભ્યો તેમજ ભાજપ ના કાર્યકરો ,અને સમાજ ના આગેવાનો સહીત નગરજનો એ શુભેચ્છા પાઠવી હતી જો કે અન્ય વિવિધ સમિતિ નવનિયુક્ત ચેરમેનો આગામી દિવસો માં પોતાની જવાબદારી મળેલ સમિતિ નો પદભાર સંભાળશે