




માંડવી ખાતે ભાથીજી મહારાજના મંદિરે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ હાજરી આપી દર્શન કરી ભવ્યતા અનુભવી. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીને સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું . નાના બાળકો, બહેનો, મહિલાઓ ભાઈઓ તથા વડીલો તેમજ આજુબાજુના ગામમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા વ્યસન મુક્તિનો સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગામીત તેમજ નગર સંગઠનના પ્રમુખ શ્રી નીતિનભાઈ શુક્લ અને શાકભાજી મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ વિગેરે હાજરી આપી હતી.