આપની આસપાસના લોકોના સ્મિતનું કારણ બનીએ:મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ

વોકલ ફોર લોકલ’ના મંત્રને ચરિતાર્થ કરીને સ્થાનિક ઉત્પાદનોને ‘ગ્લોબલ’ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. ‘દિવાળી હસ્તકલા’ પ્રદર્શન મેળામાં ‘વોકલ ફોર લોકલ’નો સંકલ્પ સાકાર થાય અને નાના વેપારીઓનું આર્થિક સશક્તિકરણ થાય એવા ઉમદા ઉદ્દેશ સાથે મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ ‘વોકલ ફોર લોકલ’ ની જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે. આપની આસપાસના લોકોના સ્મિતનું કારણ બનીએ, આ દિવાળી ‘વોકલ ફોર લોકલ’નો સંકલ્પ લઈ, સ્વદેશી વસ્તુઓ ખરીદી કરવા અપીલ કરી દિવાળી ‘ખુશીઓની દિવાળી’ બનાવવા તેમણે વોકલ ફોર લોકલ’ના મંત્રને અનુરોધ કર્યો હતો. વધારેમાં વધારે ચીજ વસ્તુઓ ખરીદી લોકલ કલાકારોને આર્થીકરૂપ મદદરૂપ થઇ ‘વોકલ ફોર લોકલ’ બનવા જિલ્લા તંત્ર દ્વારા પણ જાહેર જનતાને ખાસ અનુરોધ કરાયો છે.