રિપોર્ટ, મયુર પટેલ


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના સંકલ્પ અને હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન નીચે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ સયોજક શ્રી કૌશલભાઈ દવે ના નેતૃત્વમાં ગુજરાત ભરમાં વસ્ત્રદાન અભિયાન ખૂબ જ સફળતાપૂર્વક થયું છે યુવાબોર્ડના ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ ની વિશેષ ઉપસ્થિતમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા Vastradan2023 અભિયાન અંતર્ગત સેવા વસ્તીમાં દિવાળીના સમયમાં જરૂરીયાતમંદ લોકો માં વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું.
આ વસ્ત્રદાન વિતરણ કાર્યક્રમમાં યુવાબોર્ડ ના ઝોન સંયોજક શ્રી હર્ષીતભાઈ દેસાઈ સાથે સુરત જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ,પલસાણા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ,મહામંત્રી શ્રી મોહનભાઈ આહીર,પલસાણા ગામના ઉપસરપંચ શ્રી પરેશભાઈ મૈસુરિયા,સામાજિક અગ્રણીશ્રી તેજસભાઈ દેસાઈ અને તેમજ યુવાબોર્ડના પલસાણા તાલુકા સંયોજકો કૃપાલ દેસાઈ, અક્ષીત આહીર અને ચેતન સેન તેમજ અન્ય સેવાભાવી કાર્યકર્તા બંધુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.