નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ કરાવ્યો

શૈશવ રાવ રાજપીપળા

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના શુભારંભ પ્રસંગે રાજ્યના વિકાસ કમિશનરશ્રી ની પ્રેરક ઉપસ્થિતિ

આધુનિક રથ ૨૨૨ ગ્રામ પંચાયત અને ૫૬૨ ગામોમાં ભ્રમણ કરીને કેન્દ્ર-રાજ્ય સરકારની બહુમૂલ્ય યોજનાઓની માહિતી અંગે લોકજાગૃતિનો સંદેશ પ્રસરાવશે

કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓની પાત્રતા ધરાવતા લોકોને લાભ આપવામાં આવશે

૧૫ મી નવેમ્બર ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો નાંદોદ તાલુકાની પ્રાથમિક શાળા વડિયાના પટાંગણમાં પ્રારંભ કરાવતા ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ થકી નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિકને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને ફ્લેગશીપ યોજનાના લાભો મળશે. ઉપરાંત પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને પણ આ યાત્રા હેઠળ આવરી લેવાશે.

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ સમુદાયના સર્વાંગી અને આર્થિક ઉત્કર્ષ માટે હરહંમેશ કટિબદ્ધ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પણ આદિજાતિ વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને અદિવાસી સમુદાયમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ સહિત આર્થિક ઉત્કર્ષની દિશામાં સરાહનીય કામગીરી કરી રહી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ૩૩ જિલ્લાઓ પૈકી માત્ર નર્મદા જિલ્લાને જ આદિજાતિ બિરસમુંડા ટ્રાયબલ યુનીવર્સીટીની અમૂલ્ય ભેટ મળી છે જે આપણા માટે ગૌરવની બાબત છે. વધુમાં મંત્રીશ્રી પરમારે નાગરિકોને મૂલ્યવર્ધન તરફ આગળ વધવા પશુપાલનને એક શ્રેષ્ઠ વ્યવસાય ગણાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *