નેત્રંગ લાલમંટોળી તથા અલગ અલગ વિસ્તારોમાં થી નવ વર્ષ નિમિત્તે શરૂઆત કરવામાં આવેલ નેત્રંગ થી ડાકોર તથા ફાગવેલ પગપાળા સંઘ રવાનાં

આજરોજ નેત્રંગ થી ડાકોર તથા ફાગવેલ પગપાળા સંઘ રવાનાં થતાં વાતવરણ જય રણછોડ નાં નાદ થી તથા વિર ભાથીજી મહારાજ ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું

નેત્રંગ ગ્રામ પંચાયત નાં માજી સરપંચ એવાં બાલુભાઈ કલમભાઈ વસાવા નાં ઘરે તમામ સંઘ ને વિસામો આપી ચા નાસ્તા કરાવવની પણ એક પરંપરા બની જવા પામી છે

આ વર્ષે પણ કારતક સુદ આઠમના તા.૨૦મી નવેમ્બરનાં રોજ નેત્રંગ ગાંધીબજાર તથા લાલમંટોળી નવી વસાહત તથા અલગ અલગ વિસ્તારોમાં થી ભજન મંડળી સાથે તુલસી ફળિયામાં આવેલ રણછોડજી મંદિર તેમજ ગાંધી બજાર ખાતે આવેલ જલારામ મંદિર ખાતે દર્શન કરી આ યાત્રા સંઘે ડાકોર જવા પ્રસ્થાન કર્યું હતું.

જેમાં મોટા પ્રમાણમાં ભાવિક ભક્તોમાં આ યાત્રા સંઘમાં ખુબ ઉત્સાહ અને શ્રધ્ધા પુર્વક જોડાયા હતા. ભાવિક ભક્તો આ યાત્રા સંઘમાં જવા માટે છેલ્લા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે ભાવિકભક્તો ચૌદશના દિવસે ધજા ચઢાવવા તેમજ પૂનમના દિવસે ઠાકોરજીના દર્શન કરવા માટે તેઓમાં અલગ જ ઉત્સુકતા જોવા મળી રહ્યો હતી.તથા ભાથીજીના દર્શન કરવાની માન્યતા હોય છે


નેત્રંગ તથા આજુબાજુના વિસ્તારમાં થી નીકળતા તમામ સંઘ ને હંમેશા થી નેત્રંગ નાં માજી સરપંચ શ્રી એવાં બાલુભાઈ કલમભાઈ વસાવા પોતાના ઘરે વિસામો આપી ચા નાસ્તા ની વ્યવસ્થા કરી પોતાની આ પરંપરા જાળવી રહ્યા છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *