સ્વ.શંકરલાલ ગાંધી (શંકરકાકા) દ્વારા શરૂઆત કરવામાં આવેલ નેત્રંગ થી ડાકોર પગપાળા સંઘ રવાનાં

શંકરકાકા નાં મુત્યુ બાદ પણ આ પરંપરા એમનાં સુપુત્ર એવાં દિનેશભાઈ ગાંધી એ સાચવી રાખી છે

નેત્રંગ થી ડાકોર પગપાળા સંઘ રવાનાં થતાં વાતવરણ જય રણછોડ નાં નાદ થી ગુંજી ઉઠ્યો આ યાત્રા સંઘ સતત તેઓએ દેખરેખ હેઠળ સતત ૩૭ વર્ષ સુધી યોજયો હતો. તેઓનું અવસાન થતાં તેઓના પૂત્ર દિનેશ ગાંધીની દેખરેખ હેઠળ આ યાત્રા સંઘને લઈ જવામાં આવી રહ્યો છે.તે મુજબ આ વર્ષે પણ કારતક સુદ આઠમના રોજ આ સંઘના ૭૨માં વર્ષમાં મંગલ પ્રવેશ થતાં તા.૨૦મી નવેમ્બરનાં રોજ વહેલી સવારે ગાંધી બજાર ખાતે ભજન મંડળી સાથે તુલસી ફળિયામાં આવેલ રણછોડજી મંદિર તેમજ ગાંધી બજાર ખાતે આવેલ જલારામ મંદિર ખાતે દર્શન કરી આ યાત્રા સંઘે ડાકોર જવા પ્રસ્થાન કર્યું હતું. જેમાં ૫૦ જેટલા ભાવિક ભક્તોમાં આ યાત્રા સંઘમાં ખુબ ઉત્સાહ અને શ્રધ્ધા પુર્વક જોડાયા હતા. ભાવિક ભક્તો આ યાત્રા સંઘમાં જવા માટે છેલ્લા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે ભાવિકભક્તો ચૌદશના દિવસે ધજા ચઢાવવા તેમજ પૂનમના દિવસે ઠાકોરજીના દર્શન કરવા માટે તેઓમાં અલગ જ ઉત્સુકતા જોવા મળી રહ્યો હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *