‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જિલ્લો તાપી’

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ

આગામી તા.22મી નવેમ્બરે ડોલવણ, વાલોડ, અને સોનગઢ તાલુકાના વિવિધ ગામમા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો ભવ્ય શુભારંભ થશે

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર : ‘જનજાતીય ગૌરવ દિવસ’થી દેશ સમસ્તમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે. જે મુજબ આદિજાતિ બહુલ વસતિ ધરાવતા તાપી જિલ્લામા પણ આ યાત્રાનો પ્રારંભ આજરોજ તા.૨૨મી નવેમ્બરથી ડોલવણ, વાલોડ, અને સોનગઢ તાલુકાના વિવિધ ગામમાંથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થશે.

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કઢાયેલા કાર્યક્રમ અનુસાર, તાપી જિલ્લામાં તમામે તમામ ૨૯૬ પંચાયતોને આવરી લેતા ત્રણ જેટલા ‘રથ’ ના સથવારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા લોકોને કેદ્ન્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોચાડવામા આવશે.

‘રથ નંબર-૧’
જે મુજબ તા.૨૨/૧૧/૨૦૨૩ના રોજ ડોલવણ તાલુકાના ગડત ગામના આશ્રમ શાળા ખાતેથી અને ઉમરવાવ નજીક ગામથી ‘રથ નંબર-૧’ પ્રસ્થાન કરશે.ડોલવણ તાલુકાના નોડલ તા.વિ.અધિકારીશ્રી વિ.એન.ડોડીયા અને ‘રથ ક્રમાંક-૧’ના નોડલ અધિકારી તરીકે વિ.અધિકારી પંચાયત ડોલવણ શ્રીમતી આર.ડી.ચૌધરી (સંપર્ક નંબર:૯૨૬૫૨૬૪૬૪૭ની નિયુક્તિ કરવામાં આવી છે.

‘રથ નંબર-૨’
તે જ રીતે ‘રથ નંબર-૨’ નું તા.૨૨/૧૧/૨૦૨૩ના રોજ વાલોડ તાલુકાના બેડકુવા અને ધામોદલા ગામ ખાતેથી ‘રથ નંબર-૨’ પ્રસ્થાન કરશે.વાલોડ તાલુકાના નોડલ તા.વિ.અધિકારીશ્રી ડી.ડી.પટેલ અને ‘રથ ક્રમાંક-૨’ના નોડલ અધિકારી તરીકે વિ.અધિકારી પંચાયત વાલોડ શ્રીમતી ડી.કે.ચૌધરી (સંપર્ક નંબર:૯૫૩૭૧૧૫૨૮૩ની નિયુક્તિ કરવામાં આવી છે.

‘રથ નંબર-૩’
તે જ રીતે ‘રથ નંબર-૩’ નું તા.૨૨/૧૧/૨૦૨૩ના રોજ સોનગઢ તાલુકાના ઘાસીયામેઢા અને પાંચપીપળા ગામ ખાતેથી ‘રથ નંબર-૩’ પ્રસ્થાન કરશે. સોનગઢ તાલુકાના નોડલ તા.વિ.અધિકારીશ્રી ડી.ડી.ગાવીત અને ‘રથ ક્રમાંક-૩’ના નોડલ અધિકારી તરીકે શ્રીમતિ પી.બી.ગામીત વિ.અધિકારી પંચાયત સંપર્ક નંબર:૮૭૮૦૮૧૨૬૮૦ની નિયુક્તિ કરવામાં આવી છે.આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં સૌને જોડાવા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *