વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપાઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી આજે સવારે પ્રસ્થાન કર્યું ત્યારે અમદાવાદ વિમાની મથકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, એર માર્શલ શ્રી નર્મદેશ્વર તિવારી, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, મેજર જનરલ શ્રી એસ.એસ વિર્ક, મુખ્ય પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ તેમને ભાવસભર વિદાય આપી હતી.