

જીગર બી ઠક્કર ,ગાંધીધામ
શ્રી ગાંધીધામ લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ જયંતિ ઉજવણી સંદર્ભે ચાવલા ચોક વાડી ખાતે મહા પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજા માં મહાજન પ્રમુખશ્રી પરેશભાઈ ઠક્કર પરીવાર અને ભાગ્યશાળી દાતા શ્રી પ્રભુભાઈ નરભેરામ મીરાણી, રાઘવજી ભાઈ હંશરાજ ગંધા પરીવારે લાભ લીધેલ ત્યારબાદ જ્ઞાતિજનો રવાડી સ્વરૂપે મુખ્ય બજાર માં થઈ ભાઈ પ્રતાપ સર્કલ પહોચ્યા હતા ત્યારબાદ સૌ દિન દયાલ હોલ પહોંચી મહા આરતી માં ભાગ લીધેલ. વર્લ્ડ કપ ફાઇનલ અનુલક્ષી ને દિન દયાલ હોલ ખાતે LCD SCREEN વ્યવસ્થા કરવામાં આવેલ જ્યાં જ્ઞાતિજનો એ સમૂહ પ્રસાદ સાથે મેચ ની મજા માણેલ. કાર્યક્રમ માં મહાજન ટ્રસ્ટી શ્રી મોહનભાઇ ધારશી, ગંગારામ ભાઈ અનમ, દિનેશભાઇ જોબનપુત્રા ભરત ભાઈ પાચાણી, લહેરું ભાઈ જોબનપુત્રા, અશોકભાઈ ચંદન મહાજન મંત્રીશ્રી પ્રકાશભાઈ ઠક્કર, રમેશભાઈ મજેઠીયા, ખજાનચી મનોજભાઈ તન્ના, ઓડિટર શ્રી વસંતભાઈ ઠક્કર સહીત વ્યવસ્થા માં સહભાગી થયેલ. મહિલા મંડળ, યુવક મંડળ, સહિયર ગ્રુપ ના કાર્યકરો એ જહેમત ઉઠાવેલ.
ll રામ નામ મે લીન હે દેખત સબમે રામ
તાકે પદ વંદન કરૂ જય જય જલારામ ll

દેને કો ટુકડા ભલા લેને કો હરીનામ જયા ટુકડો ત્યા હરી ઢૂકઙો આવા સુત્રો ને પોતાના જીવન માં સાથઁક કયુઁ તેવા પરમ પુજ્ય વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની ૨૨૪મી જયંતિ નિમિત્તે કર્તવ્ય ગૃપ દ્વારા 400 ક્વાર્ટર શાકભાજી માર્કેટ ખાતે પ્રભુ પ્રસાદનું વિતરણ કરી પ્રસંગ ની ઉજવણી કરી હતી. આ પ્રસંગે કર્તવ્ય ગ્રુપ ના સદસ્યો હાજર રહ્યા હતા