
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ આયોજન સમીક્ષા બેઠક યોજાઇ હતી. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી ના ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ‘‘એલીમ્કો’’ કાનપુર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગજનો સાધન સહાય માટેના આંકલન અને તપાસણી કેમ્પ તાલુકા કક્ષાએ યોજાયા હતા. આ કેમ્પમાં નોંધણી થયેલા લાભાર્થીઓને સાધન સહાય વિતરણનો કેમ્પ તા. 25 નવેમ્બર 2023 ના રોજ બહેરા મૂંગા બાળકોની શાળા મોતીપુરા હિંમતનગર ખાતે યોજાશે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, એલીમ્કો કાનપુરના મેનેજર શ્રી મૃદુલ અવસ્થિ, આ યોજના અમલીકરણ અધિકારી શ્રી શશાંક પંડ્યા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશ પટેલ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ઇકબાલ મેમણ હિંમતનગર