રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં “ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -૨૦૨૦” અંતર્ગત પ્રથમ એફ.આઈ.આર. દાખલ

રાજકોટ,  “ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -૨૦૨૦” અન્વયે રાજકોટ જિલ્લા કક્ષાની સમિતિની બેઠક રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કુલ ૦૯ કેસોની ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વિરપુર ગામે જમીન પચાવી પાડવાની ફરીયાદીશ્રી ગજેન્દ્રભાઈ ઉર્ફે ગીજુભાઈ શીવભાઈ સાંગાણી, રહે. ગોંડલની ફરીયાદ અન્વયે પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્યના તપાસ અહેવાલના આધારે આ કામના સામાવાળાઓશ્રી કમલેશભાઈ રાજુભાઈ સીંધવ, નરેશભાઈ રાજુભાઈ સીંધવ, શ્રી રમેશભાઈ રાજુભાઈ સીંધવ તથા શ્રી ધીરૂભાઈ બચુભાઈ ગમારા વિરૂધ્ધ સમિતીના નિર્ણય અનુસાર પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્યના તપાસ અહેવાલ મુજબ એફ.આઈ.આર દાખલ કરવાની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યને જણાવવામાં આવ્યુ છે. આમ, “ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -૨૦૨૦” અન્વયે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ ૧ (એક) એફ.આઈ.આર દાખલ કરવામાં આવી છે, તેમ રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહનની યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *