વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શહેરના છાયાપૂરી સ્લમ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રીએ કર્યું સ્વાગત

વડોદરામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ત્રીજા દિવસે મહાનગર પાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ 1માં સરકારી યોજનાના લાભો આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ, મેયર પિન્કીબેન સોની ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું કુમકમ તિલક કરીને પૂષ્પોથી વધાવીની સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ અને યોજનાઓના લાભાર્થીઓ લોકોએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જન ઔષધિ યોજનાના લાભાર્થીને કરેલ ઉદબોધન અને સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.


વડોદરામાં છાણી વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિરહી હતી.ઉપસ્થિત મહનોભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છાણી ખાતે લાભાર્થી માટે યોજયેલ કેમ્પમાં આરોગ્ય લક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત, ઉજવલા યોજના, વીજ યોજના પી.એમ.સ્વ નિધિ યોજનાના દસ કાઉન્ટરો ખોલવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ મોટી સંખ્યા માં ઘર આંગણે યોજલેલ સરકારી યોજના ના લાભો મેળવ્યા હતા. કેન્દ્રીય મંત્રી પુરુષતોમ રૂપાલાએ ઉપસ્થિત લોકોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આવનારા 25 વર્ષોમાં ભારતના સર્વાંગી વિકાસમાં બધાએ પોતાનું યોગદાન આપવા માટેના સંદેશો આપવા માટેનો હેતુ છે.વિકસિત ભારતના પ્રધાનમંત્રીના સંકલ્પની સાથે ભારત વાસીઓએ પણ સંકલ્પ કરીને ભારતનો વિકાસ કરવામાં સહભાગી થાય એ જરૂરી છે. ઉપસ્થિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને મળતી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ,ધારાસભ્યો સર્વ શ્રી યોગેશભાઈ પટેલ,મનીષાબેન વકીલ,કેયુરભાઈ રોકડિયા,ચૈતન્યભાઈ દેસાઈ, અગ્રણી વિજયભાઈ શાહ, મહાનગરપાલિકાના હોદ્દેદારો, નગરસેવકો અને લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *