પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,ધારાસભ્ય જયેશ રાદડીયાના હસ્તે વિરપુરમાં સ્વ.વેલજીભાઈ સરવૈયાની પ્રતિમા અનાવરણ અને માર્ગનું નામકરણ

વેલજીભાઈ સરવૈયા એ પોતાનું સર્વસ્વ પાર્ટી માટે અર્પણ કર્યું હતું:- સાંસદ રમેશભાઈ ધડુક

જગવિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામ ગામે ભારતીય જનતા પાર્ટીના જનસંઘ વખતના કાર્યકર અને અગ્રિમ હરોળના નેતા ગત વિધાનસભા૨૦૨૨ ની ચુંટણીના ઈન્ચાર્જ અને જેતપુર તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ એવા સ્વ.વેલજીભાઈ સરવૈયાએ પોતાના સમગ્ર જીવન ભારતીય જનતા પાર્ટી સમર્પિત કરી દીધું હતું.તેમનું સ્થાન ભરવુ એ પક્ષ માટે ખુબજ કઠીન કાર્ય છે.પોતાની રાજકીય કારકિર્દી વર્ષ ૧૯૮૦ માં શરૂઆત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ પક્ષને વફાદાર રહીને કાર્ય કરેલ તેમના અવસાન બાદ તેમના પરિવારજનોએ સ્વ.વેલજીભાઈ સરવૈયા મેમોરીયલ ટ્રસ્ટની સ્થાપના કરી તેના નેજા હેઠળ તેમજ જેતપુર શહેર અને તાલુકા ભાજપ દ્વારા વિરપુર રામાયણ ગેસ્ટ હાઉસ પાસે તેમની પ્રતિમા અનાવરણ તેમજ જુના બસ સ્ટેન્ડ થી સ્ટેશન સુધીના રોડનુ નામકરણ રાજ્ય સરકારના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પુર્વ કેબિનેટ પ્રધાન જયેશભાઈ રાદડીયા,પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક,ગોરધનભાઈ ધામેલીયા, જનકભાઈ ડોબરિયા,પુર્વ મંત્રી જસુબેન કોરાટ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન તેમજ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લા તેમજ જેતપુર શહેર અને તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ,તાલુકાના સરપંચશ્રીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા જેતપુર શહેર અને તાલુકા ભાજપના આગેવાનો તેમજ વિરપુર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો તે માટે સ્વ.વેલજીભાઈ સરવૈયા મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખશ્રી જગદીશભાઈ સરવૈયા તેમજ સમગ્ર સરવૈયા પરીવારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *