આઈ ખેડુત પોર્ટલ પર સહાય મેળવવા માટે ઓન લાઈન અરજી અંગે

ખેડૂતોને ખેતીવાડી ખાતાની સબ મિશન ઓન એગ્રિકલ્ચર મિકેનાઈજેશન યોજના હેઠળ કસ્ટમ હાયરીંગ સેન્ટર સ્થાપવા ખેડૂતોને ઘરઆંગણે લાભ આસાનીથી મળી રહે તે હેતુસર પોર્ટલ તૈયાર કરવામા આવેલ છે. આ યોજનાનો લાભ સહકારી મંડળીઓ, રજીસ્ટર્ડ ખેડુત, મંડળી, ફાર્મર પ્રોડયુઝર ઓર્ગેનાઈઝેશન તથા ગ્રામ પંચાયતોને મળી શકે છે. કસ્ટમ હાયરીંગ સેન્ટરમાં સ્થાનિક પાક પરિસ્થિતિને અનુરૂપ ખેત ઓજારો સાધનો ખરીદી શકાશે. આઈ ખેડુત પોર્ટલ મારફત સને. ૨૦૨૦-૨૧ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. ખેતીવાડી SMAM સહાય યોજનાઓનો મહતમ લાભ મળી રહે તે આશયથી રાજય સરકારશ્રીએ સને. ૨૦૨૦-૨૧ માટે આઈ ખેડુત પોર્ટલ તા.૨૯/૧૨/૨૦૨૦ થી ૦૭/૦૧/૨૦૨૧ સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકેલ છે. જેનો લાભ લેવા આથી જણાવવામાં આવે છે.  અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવામાં (૧) ૭–૧૨, ૮-અ,(૨) આધાર કાર્ડ, (૪) બેંક પાસબુક (૫) મોબાઈલ નંબર (૬) જાતિનો દાખલો જોડવાનો રહે છે.  ગ્રામ પંચાયત અને ઈન્ટરનેટરની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. અરજી કર્યા પછી ધ્યાનમાં રાખવાની બાબત છે. આઈ–ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ આઉટ કાઢી સહી/અંગૂઠો કરી જરૂરી સાધનીક કાગળો જોડી આપના કાર્યક્ષેત્રના ગ્રામસેવક (ખેતી) અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી(ખેતી)ને જમા કરાવવાની રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *