માણસા તાલુકાના હરનાહોડા અને સમૌ ગામમાં માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ ના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

લાભાર્થીઓને યોજનાકીય લાભો સીધા તેમના ઘર આંગણેથી મળી રહે તેવી પારદર્શક વ્યવસ્થા- માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ

માણસા તાલુકાના હરનાહોડા ખાતે યોજાયેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમમાં રૂ.૧૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગામની ગટરલાઇનનું ખાતમુહૂર્ત કર્યું. ગટરલાઇનની આ સુવિધા વધવાથી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહેશે.

માણસા તાલુકાના સમૌ ખાતે યોજાયેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમમાં શહીદ સ્મારક લાઇબ્રેરી અને સ્કૂલમાં બાળકોની મુલાકાત લીધી.

માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ ના અધ્યક્ષસ્થાને માણસા તાલુકાના હરનાહોડા અને સમૌ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે. એસ. પટેેલે જણાવ્યું કે, પરિણામલક્ષી અભિગમ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યરત ઉર્જાવાન ટીમના માર્ગદર્શન અન્વયે સમગ્ર દેશ અને રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વેગવાન બની છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાકીય લાભો સીધા તેમના ઘર આંગણેથી મળી રહે તેવી પારદર્શક વ્યવસ્થા દ્વારા ગામે ગામના નાગરિકો લાભાન્વિત થઈ રહ્યા છે.
‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ આવાસ યોજના, પ્રાકૃતિક કૃષિ અને મિશન મંગલમ યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની ૧૭ જેટલી મહત્વપૂર્ણ યોજનાની માહિતી આપતા વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. લોકોએ હેલ્થ કેમ્પમાં આરોગ્યલક્ષી તપાસ કરાવી માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે ગામના લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM