
સરકારની યોજનાનો લાભ લેવા માટે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલે ગ્રામજનોને અનુરોધ કર્યો

સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી





વિકસિત ભારત સંકલ્પ યાત્રા માણસા તાલુકાના સોલૈયા ગામે આવી પહોંચતા ગ્રામજનોએ માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલની ઉપસ્થિતિમાં અદકેરા ઉત્સાહ સાથે સંકલ્પ રથ યાત્રાનું સ્વાગત કર્યું હતું. માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ ના હસ્તે વિવિધ સહાય, પ્રમાણપત્ર અને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. માણસા તાલુકાના સોલૈયા ગામે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલે સ્કૂલમાં બાળકોની મુલાકાત લીધી. આ પ્રસંગે ધધારાસભ્યશ્રી જે.એસ. પટેલે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી ગામ લોકો દ્વારા વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયા હતા. આ અવસરે ધારાસભ્યશ્રી જે.એસ. પટેલોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોઈલ હેલ્થ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, મિશન મંગલમ, આવાસ યોજના, પ્રાકૃતિક ખેતી અને આંગણવાડીના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડ. જે કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.