માણસા તાલુકાના ગોવિંદપુરા(સ), હનુમાનપુરા (સ), આનંદપુરા (સો) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ દ્વારા કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા હતા

વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા

માણસા તાલુકાના હનુમાનપુરા (સ) ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત નવીન ટ્રેકટર અને ટ્રોલીનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.

             માણસા તાલુકાના  ગોવિંદપુરા(સ), હનુમાનપુરા (સ), આનંદપુરા (સો)  ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.  વિકસિત ભારતના નિર્માણની સૌએ સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલે જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મૂળ હેતુ સરકારશ્રીની ૧૭ જેટલી યોજનાઓનો વ્યાપ વધારવા અને છેવાડાના વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરી દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. સરકારશ્રીની યોજનાનો લાભ જન જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. છેવાડાના માનવીની ચિંતા કરી સરકારશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. દેશના સૌ નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસો થકી સરકાર લોકોના આંગણે આવી યોજનાઓની જાણકારી આપી લાભાન્વિત કરી રહી છે.
વધુમાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યું કે, ગામડામાં રહેતા લોકો શિક્ષણ અને આરોગ્યની સુવિધાથી સંપન્ન થાય, ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી પોતાની આવક બમણી કરી શકે અને સમાજનું ઉત્થાન થાય તોજ દેશનો વિકાસ કરી શકાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. ખેડૂતો માટે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી ખૂબ ઓછા સમયમાં નેનો યુરિયાનો છંટકાવ કરવા માટે સરકાર મદદરૂપ થઈ રહી છે. તેમાં પણ મહિલા સશક્તિકરણના વિચારને કેન્દ્રમાં રાખીને સખી મંડળની બહેનો ડ્રોન ઉડાવી શકે તે માટે તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે આપણે પણ આંગળી ચિંધ્યાનું પૂણ્ય કરી આપણા પાડોશીને પણ સરકારશ્રીની યોજનાઓની જાણકારી આપી લાભ લેવા પ્રેરિત કરી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં નાગરિક તરીકેની ભૂમિકા ભજવી દેશને ઉન્નત શિખર પર લઈ જવામાં સહયોગી બનવા સૌને અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાયા હતા. આંગણવાડી વર્કર બહેનોએ મિલેટમાંથી તૈયાર કરેલી વાનગીઓ તેમજ મિલેટ ધાન્યનું સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *