રિપોર્ટ, મયુર પટેલ

ગ્રામ ઉદ્યોગ સંસ્થાના કેન્દ્ર ના ઇન્ચાર્જના સહયોગથી જોળ ગામની 18 થી 45 વર્ષની ૩૦ જેટલી બહેનો માટે એક સપ્તાહના નાળિયેરીના રેસામાંથી આર્ટીકલ બનાવટના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું નાળિયેરીના રેશામાંથી વિવિધ ગૃહ સુશોભન માટેના આર્ટીકલો તેમજ રોજબરોજ ઘર વપરાશ માટે ઉપયોગમાં આવતી ચીજ વસ્તુ માટેના વિવિધ આર્ટિકલો નું નિર્માણ કરવાની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દરમિયાન તેઓને દૈનિક 83 રૂપિયા જેટલું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવ્યું હતું , વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સ્ટોલોમાં પણ આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અર્થે આર્ટીકલ ને મૂકવામાં આવ્યા હતા.
મહુવા તાલુકાના જોળ ગામના વતની અને મહુવા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ,તાલુકા સદસ્ય શ્રીમતી વૈશાલીબેન અજીતભાઈ પટેલ દ્વારા મહિલા સશક્તિકરણ અર્થે હંમેશા વિવિધ કાર્યક્રમો થતા રહે છે અને ગામના છેવાડાની મહિલાઓ ગૃહ ઉદ્યોગના માધ્યમથી પોતાના પરિવારમાં પૂરક આવકના સ્ત્રોત ઊભા કરે એવા શુભ આશયથી તેઓ સતત પ્રયત્નશીલ રહે છે, વૈશાલી બહેનના આવા સંનિષ્ઠ પ્રયાસો ને મહુવા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ હિતેશભાઈ નાયક દ્વારા અભિનંદન પાઠવી ઉત્તમ કામગીરી બદલ પ્રોત્સાહીત કરાયા હતા